વાળમાં રૂમાલ લપેટવાની આદત હોય તો છોડી દેજો, નહીં તો ટકલા થઇ જશો; જાણો બીજા નુકશાન વિશે

અનેક લોકોને ન્હાયા પછી વાળમાં રૂમાલ લપેટવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત છે તો તમારે સુધારવાની જરૂર છે. તમારી આ આદત તમારા વાળને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.

સવાર-સવારમાં સ્નાન કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે. જો તમે રોજ સવારમાં સ્નાન કરતા નથી તો તમારી સ્કિન અને હેલ્થને અનેક રીતે નુકસાન થાય છે. જો કે ઘણાં લોકો બે દિવસે એક વાર સ્નાન કરતા હોય છે. આ એક સાવ ખરાબ આદત છે. પરંતુ ન્હાતી વખતે અનેક લોકો એવી ભૂલો કરી બેસતા હોય છે જે તમને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આમ જો વાત કરીએ તો સૌથી વધારે મહિલાઓ ન્હાયા પછી તેમજ હેર વોશ કર્યા પછી વાળમાં રૂમાલ લપેટતી હોય છે. આ એક બહુ ખરાબ આદત છે. તમારી આ આદત તમારા વાળને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.

વાળમાં રૂમાલ લપેટતી વખતે અનેક છોકરીઓ એવું વિચારે છે કે આ પ્રયોગ કરવાથી વાળ હેલ્ધી અને સારા થાય છે. જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તો જાણી લો તમે પણ વાળમાં રૂમાલ લપેટવાથી થતા આ નુકસાન વિશે..
ડ્રાય થઇ જાય

તમે વાળમાં રૂમાલ લપેટી રાખો છો ત્યારે તમારા વાળ ડ્રાય થઇ જાય છે. વાળમાં રૂમાલ લપેટવાથી તમારા માથામાં નાંખેલુ તેલ શોષાઇ જાય છે અને તમારા વાળ ડ્રાય થતા જાય છે. ડ્રાય વાળને કારણે તમારા વાળ ખરવા લાગે છે. આ માટે તમે તમારી આદત છોડવાનો પ્રયત્ન કરો.

તૂટી જાય વાળ

વાળમાં રૂમાલ લપેટવાથી એ નબળા પડવા લાગે છે જેના કારણે એ પછી તૂટવા લાગે છે. આવું કરવાથી ઘણાં વાળ જડમૂળમાંથી તૂટવા લાગે છે. આ સાથે જ હેલ્ધી વાળ ટોવેલની સાથે જ તૂટી જાય છે.

તમને રોજ રૂમાલ લપેટવાની આદત છે તો તમારે સુધારવી જોઇએ. તમારી આ આદતને કારણે તમારા વાળ ખરવા લાગે છે. આમ, જો તમારા વાળ બહુ ખરવા લાગે છે તો એ જગ્યા પર ટાલ પણ પડી જાય છે. જો કે ઘણાં લોકોને બહુ ટાઇટ રૂમાલ લપેટવાની આદત હોય છે જે એક સૌથી મોટી ભૂલ છે. રૂમાલ લપેટવાની આદત તમારા વાળમાં ખોડો પણ બહુ કરે છે.